શ્રી એફ.કે.પટેલ હાઈસ્કૂલ,ડેમોલ
વિદ્યાર્થીનુ નામ :
પાસવર્ડ :
Shree F.K.Patel High School Demol | Prayers

શાળાની પ્રાર્થના

જય જય ગરવી ગુજરાત !

સ્કૂલ-ગીત

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત !
દીપે અરણું પરભાત !
ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત.
તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત,
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત !
ઉત્તરમાં અંબામાત,
પૂરવમાં કાળીમાત.
છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમકેરા દેવ.
છે સહાયમાં સાક્ષાત.
જય જય ગરવી ગુજરાત !
નદી તાપી નર્મદા જોય.
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટનાં જુદ્ધરમણ ને રત્નાકર સાગર.
પર્વત પરથી વીર પૂર્વજો દે આશિષ જયકર,
સંપે સોહે સૌ જાત,
જય જય ગરવી ગુજરાત !
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ,
તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત !
શુભ શકુન દીસે, મધેયાહ્મ સોભશે. વીતી ગઇ છે. રાતઃ
જન ઘૂમે નર્મદા સાથ
જય જય ગરવી ગુજરાત !
- કવિ નર્મદ
નોંધ - દર ગુરૂવારે પ્રાર્થનાસભામાં બાળકો સમુહમાં ગાન કરે છે.
મનો વ્હાલી વ્હાલી એફ.કે. સ્કુલ.
મનો વ્હાલી વ્હાલી એફ.કે. સ્કુલ.
કદી મમ્મી જેવી, કદી પપ્પા જેવી.
કદી લાગે મને સાહેલડી.........મને વ્હાલી.......
લીમડાની ઘનઘોર ઘટામાં તુ.
છાયા તારી હરીયાળી છે.
દેવો ઝંખે રમવા કૂદવાને
તારી વાત કંઇ ઓર જ ન્યારી છે.
કદી કડવી બને, અમરીત કાજે,
તુ સંભાળે છે ઘડીએ ઘડી.........મને વ્હાલી.......
તે આપ્યા અમને વિચાર ઘણાં.
ગૌતમ, ગાંધી, મહાવીર જેવાં.
તે બનાવ્યા દ્રઢ મનોબળને.
લોખંડી પુરુષ સરદાર જેવાં.
તુ છે માત મારી, આંખો તારી અમી.
તારુ હેત શ્રાવણની હેલી.........મને વ્હાલી.......
કોઇ બન્યો ડૉક્ટર તો કોઇ ઇજનેર.
તારી કૃપાની બલિહારી છે.
અમને લાગે વ્હાલી, વ્હાલી, વ્હાલી, વ્હાલી
અમે ભણીએ ડાહયા ડમરા થઇ...થઇ...થઇ...
મને વ્હાલી.......
નોંધ - દર બુધવારે પ્રાર્થનાસભામાં બાળકો સમુહમાં ગાન કરે છે.

જન્મદિન શુભેચ્છા ગીત

જન્મદિન શુભેચ્છા ગીત

અમારી શાળામાં બધા જ બાળકોનો જન્મદિન પ્રાર્થનાસભામાં ઉજવવામાં આવે છે. આ નિમિત્તે જન્મદિન શુભેચ્છા ગીત પણ ગાવામાં આવે છે.
જે બાળકનો જન્મદિન હોય તે બાળકને શાળા પરિવાર તરફથી ચોકલેટ અને શુભેચ્છા કાર્ડ પણ આપવામાં આવે છે. આવા બાળકો યથાશક્તિ પોતાનો ફાળો આપે છે. જે શાળામાં ભણતા જરૂરિયાતમંદ બાળકોની મદદ કરવામાં વપરાય છે. શાળાનાં તમામ કર્મચારી મિત્રોનો પણ જન્મદિન ઉજવવામાં આવે છે. તેઓ પણ યથાશક્તિ ફાળો આપે છે, તેનું સમગ્ર સંચાલન શ્રી એચ.બી. પારેખ સાહેબ કરે છે.

શુભકામના શુભકામના આપકો શુભકામના........
આજ કી શુભ ઘડી હેપ્પી બર્થડે બર્થડે બર્થડે.......
જીવનકી ખુશિયા પ્યારકી લડીયાં બની રહે સદા
મધુર તરાને ગીતો કી ગુંજન ગુંજતી રહે સદા
કામના હૈ સદા કામના હૈ સદા, શુભકામના......
ઇશ્વરકી આશિષ દયાકી બારિશ બરસી રહે સદા
પ્રેમકા ઝરના હર એક દિલમે બહતા રહે સદા......
કામના હૈ સદા કામના હૈ સદા, શુભકામના......

પ્રાર્થનાસભા:-

સોમવાર:-ઇતની શક્તિ હમે દે ન દાતા  શુક્રવાર :-જીવન અંજલી 

મંગળવાર:-મેત્રી ભાવનું પવિત્ર જરનું  શનિવાર:-એક તું હી ભરોસા

બુધવાર :-હો કાના અબ તો મોરલી

ગુરુવાર:-તેરી પનાહ મે
   
     
મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.fkphdemol.org, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.