શ્રી એફ.કે.પટેલ હાઈસ્કૂલ,ડેમોલ
વિદ્યાર્થીનુ નામ :
પાસવર્ડ :
Shree F.K.Patel High School Demol | Facility

સુવિધાઓ

શિસ્ત અને સંસ્કાર સાથેનું શિક્ષણ" આ ધ્યેયને વરેલી શ્રી એફ.કે. પટેલ હાઇસ્કૂલમાં શિક્ષણકાર્ય તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિ સાથે જોવા મળતી વિવિધ ભૌતિક સુવિધાઓ નીચે મુજબ છે.

 • શાળાનાં પ્રવેશદ્વારમાં સરસ્વતી માતાની મુર્તિનું સ્થાપન.
 • દરેક વર્ગખંડમાં તથા સ્ટાફરૂમમાં સી.સી.ટી.વી. કેમેરાની સુવિધા ઉપલબ્ધ છે. જેનું નિદર્શન આચાર્યશ્રીની ઓફીસમાં જોઇ શકાય છે.
 • ઓ.એચ.પી., ડી.ટી.એચ., ટ્રાન્સફારન્સી, સ્લાઇડ પ્રોજેક્ટરની સુવિધાઓ દ્વારા શિક્ષણકાર્ય.
 • ટી.વી., ડી.વી.ડી. એમ્પ્લિફાયર માઇક અને સાઉન્ડ સિસ્ટમની સુવિધા.
 • અદ્યતન કોમ્પ્યુટર લેબ. (૧૫ કોમ્પ્યુટરની સુવિધા) સિક્યુરિટી સિસ્ટમ સાથે.
 • દ્રશ્ય-શ્રાવ્ય ખંડની સુવિધા (ઓ.એચ.પી., ડી.ટી.એચ. નાં ઉપયોગ માટે)
 • ચિત્રખંડની આકર્ષક સજાવટ.
 • વિવિધ સાધનોથી સજ્જ જીવંત પ્રયોગશાળા.
 • ચાર્ટ, નક્શા, મોડેલ, સંગીતનાં સાધનોની સુવિધા.
 • પુરતા પુસ્તકોથી સજ્જ જીવંત પુસ્તકાલય.
 • સામયિક, અંકો, શિક્ષણનાં સંદર્ભ સાહિત્યોનાં અઠવાડિક અને પખવાડિક અંકો.
 • શાળાનાં આગળના ભાગમાં ફૂલછોડથી સજ્જ સુંદર બાગ.
 • શાળાની બાજુમાં પોતાનું વિશાળ મેદાન.
 • આચાર્યની ઓફિસમાં ઇન્ટરનેટ કનેક્શન સાથે સાથે કોમ્પ્યુટરની સુવિધા.
 • સમાચાર અને અન્ય માહિતી દર્શાવતા બુલેટિન બોર્ડ.
 • સ્કુલ ને પાણીની સગવડ પુરી પાડતો પોતાનો બોર કુવો.
 • ભાઇઓ-બહેનો માટે અલગ અલગ સંડાશ, બાથરૂમની સુવિધા.
 • ભાઇઓ-બહેનો માટે અલગ અલગ પીવાનાં ઠંડા તેમજ એક્વા પાણીની વ્યવસ્થા.
 • આચાર્યશ્રી અને શિક્ષકો માટે અલગ અલગ સંડાશ, બાથરૂમની સુવિધા.
 • શાળામાંથી ચાલતી બુક બેન્ક દ્વારા રાહત દરે નોટો-ચોપડીઓનું વિતરણ.
 • વિવિધ કાર્યક્રમો કરવા માટે શાળાનાં મેદાનમાં રહેલી સ્ટેજની વ્યવસ્થા.
 • દરેક શિક્ષક મિત્રો માટે અલગ લોકરની સુવિધા.
 • શાળાની ફરતે કમ્પાઉન્ડ વોલની સુવિધા.
 • ઇકો ક્લબ માટે કોદાળી, પાવડા, ખરપડી, તગારા જેવા સાધનોની સુવિધા દરેક વર્ગખંડમાં નોટિસ બોર્ડ તથા બ્લેક બોર્ડની સુવિધા.
 • વિદ્યાર્થીઓને બેસવા માટે પુરતા પ્રમાણમાં પાટલીઓની સુવિધા.
 • દરેક વર્ગખંડમાં કબાટની વ્યવસ્થા.
 • દરેક વર્ગખંડમાં ઓછામાં ઓછા ત્રણ પંખાની સુવિધા.
 • અલગ ક્લાર્કરૂમ ની સુવિધા.
 • શાળાના મકાનમાં આવવા-જવા માટે ત્રણ દરવાજાની સુવિધા અને શાળામાં આવવા માટે બે પ્રવેશદ્વાર.
 • અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ પ્રાર્થનાં ખંડ.
 • સેવકભાઇને રહેવા માટે અલગ નિવાસ સ્થાનની વ્યવસ્થા.
 • શાળાનાં મેદાનમાં વૃક્ષારોપણ અંતર્ગત ઉછેરેલા હરિયાળા વૃક્ષો.
 • દરેક વર્ગખંડમાં અલગ અલગ કચરાપેટીની સુવિધા.
 • ઇકો ક્લબ અને રમત-ગમતનાં સાધનો માટે અલગ સ્ટોરરૂમ.   
     
મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.fkphdemol.org, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.