શ્રી એફ.કે.પટેલ હાઈસ્કૂલ,ડેમોલ
વિદ્યાર્થીનુ નામ :
પાસવર્ડ :
Shree F.K.Patel High School Demol | Achievements

ઉપલબ્ધીઓ

શાળાની સિધ્ધિઓ

 • જ્યોર્જિયા યુનિવર્સીટીનાં વાઇસ ચાન્સેલર શ્રી બ્રાયન એડલર અને તે જ યુનિવર્સિટીનાં કોમ્પ્યુટર વિભાગનાં ડીન શ્રી અરવિંદભાઇ શાહ શાળાની મુલાકાતે આવ્યા.શાળાની સ્વચ્છતા, બાળકોની ડિસીપ્લીન, સ્ટાફની પરિવારની ભાવના, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શાળાનું જાહેર પરીક્ષાઓનાં પરિણામો, ભૌતિક સુવિધાઓ, શિક્ષણ માટેનું જરૂરી વાતાવરણ વગેરે બાબતોથી પ્રભાવિત થયાં.
 • શાળાને આણંદ જિલ્લાની "બેસ્ટ સ્કૂલનો" એવોર્ડ.
 • શાળાના આચાર્યશ્રી પરેશભાઇ વી. પટેલને બેસ્ટ આચાર્ય તરીકેનો "આચાર્ય રત્ન" એવોર્ડ.
 • શાળાની સ્થાપનાથી અત્યાર સુધીનાં સમયમાં પ્રથમ વખત વર્ષ 2008 માં જાહેર પરીક્ષા ધોરણ - 10 નું 100% પરિણામ.
 • પેટલાદ તાલુકાના યુવા મહોત્સવનું સફળ આયોજન, જેમા ગ્રામજનોનો સંપૂર્ણ સાથ-સહકાર.
 • તાલુકા અને જિલ્લા કક્ષાએ શાળાનાં યુવા શિક્ષક મિત્રો વિજેતા થયાં.
 • ખો-ખો સ્પર્ધામાં શાળાનાં બાળકનું રાજ્ય કક્ષાએ સીલેક્શન.
 • ધોરણ-10 ની જાહેર પરીક્ષાનું પરિણામ હંમેશા રાજ્યનાં પરિણામ કરતાં ઉંચું જ આવે છે.
 • વાલી મિટીંગમાં વાલીઓની 100% હાજરી
 • કુમારી જાસ્મીન પી. પટેલને "અમુલ વિદ્યાર્થીશ્રી" એવોર્ડ વર્ષ 2009માં.
 • 100% પરિણામ આવવા બદલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનો અભિનંદન પત્ર અને શ્રી ડેમોલ કેળવણી મંડળ ડેમોલ દ્વારા શાળાનાં શિક્ષકોને ચાંદીની મોમેન્ટો આપી જાહેરમાં સન્માન કરાયું
 • વિદ્યાર્થી સહાયક ભંડોળમાંથી ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવી.
 • વિદ્યાર્થી બચત બેંક
 • બુક બેંક
 • શિક્ષકોને આર્થિક મદદ માટેની શાળામાં ચાલતી શિક્ષક સહાયક મંડળી.
 • વિદ્યાર્થી વસ્તુ ભંડાર જેનું તમામ સંચાલન બાળકો જ કરે છે.
 • જ્યારે આજે સમાજ શિક્ષકોથી દૂર જઈ રહ્યો છે અને શિક્ષકોના માન-સન્માન કરવાથી દૂર ભાગે છે. ત્યારે આવા સંજોગોમાં પણ ક્યાંય, ક્યારેય, ન બન્યું હોય કે ન સાંભળ્યું હોય તેવું આ જ ગામનાં શિક્ષણપ્રેમી અને હાલ યુ.એસ.એ. વસતા શ્રી શરદભાઇ પટેલ અને તેમના પુત્ર ચિતરંગભાઇ અને પુત્રવધૂ ચિદિય્રા બેને એફ.કે. પટેલ હાઇસ્કૂલનાં શિક્ષકમિત્રોને રૂ.50000/- આપી સન્માનીત કર્યા હતાં અને આ રકમ શિક્ષકમિત્રોએ કેટેગરી પ્રમાણે વહેંચી લેવી. પરંતુ શિક્ષકમિત્રોએ આ રકમમાંથી રૂ.5000/- શ્રી ડેમોલ કેળવણી મંડળ, ડેમોલને દાન સ્વરૂપે આપી એક ઉત્તમ ઉદાહરણ આપ્યુ હતું. આ પ્રસંગે સૌથી વધુ ખુશ શાળામાં ભણતાં બાળકો હતાં કારણ કે તેઓ પહેલી વખત પોતાનાં લાડલા ગુરૂજનોનું સન્માન નિહાળતા હતાં.
 • શાળા નું માર્ચ 2011 નું ધોરણ:10 નું પરિણામ 90.69 % આવેલ છે,જેમાં 75% ઉપર 18 બાળકો અને 80% ઉપર 15 બાળકો પાસ થયા છે॰ ગણિત માં 94(2 બાળકો) સાઇન્સ માં 97(3 બાળકો) સૌથી વધુ ગુણ મેળવેલ છે॰
 • શાળા ના આચાર્ય પરેશભાઈ પટેલ નવી શિક્ષ્ણ નીતિ ની આર॰ પી ની તાલીમ બરોડા મુકામે લાઈ આવેલ  છે
 • નવા બિલ્ડિંગ નું કામ જોર થી ચાલી રહેલ છે જેમાં 4 વર્ગ ખડ અને એક વિશાળ પ્રથના ખડ નો સમાવેશ થાય છે.
 • ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહ નો વર્ગ જૂન-૨૦૧૬ થી શરૂ થઇ ગયો છે.જેમાં ૩૦ બાળકો એ પ્રવેશ મેળવ્યો છે.   
     
મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.fkphdemol.org, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.