શ્રી એફ.કે.પટેલ હાઈસ્કૂલ,ડેમોલ
વિદ્યાર્થીનુ નામ :
પાસવર્ડ :
Shree F.K.Patel High School Demol | Default

મુખ્ય પાનું

આચાર્યનો સંદેશ

આપણે સારા કાર્મો કર્યા હશે કે શિક્ષક તરીકે જન્મ મેળવેલ છે શિક્ષકનોધરમ એ પવિત્ર ધર્મ છે આ ધરમ ને ખૂબ જ નિષ્ઠા થી અને પ્રમાણિક્તા થી નિભાવી શું તો જ આપણે ભગવાન ના લડલા બનીશું.  નિષ્ઠા થી કામ કરીશું તો જ પ્રતિષ્ઠા મળશે. તેમાં બે મત નથી 

માર્ચ 2016 s.s.c. નું પરિણામ તા. ૨૭/૦૫/૨૦૧૬ ના રોજ જાહેર થયું,શાળા નું પરિણામ ૮૧.૫૮ % છે ,જેમાં ફર્સ્ટ: પટેલ અનિરુદ્ધ  સેકંડ: માં ત્રણ બાળકો છે પટેલ ચાંદની,ભોઈ હાર્દિક અને પ્રજાપતિ પુંજા જયારે ત્રીજા નંબરે પટેલ રીતિકા  આવેલ છે.

બધા બાળકો  અ ને  સ્ટાફ પરિવારના શિક્ષકો ને હાર્દિક અભિનંદન

આચાર્યશ્રીનાં ધ્યેયો

 1. મારી શાળા એ મારો પરિવાર બને.
 2. જાહેર પરીક્ષાઓમાં મારા પરિવારનો બાળક જિલ્લા, રાજ્ય કક્ષાએ અવ્વલ રહે.
 3. દર વર્ષ મારા ગામમાંથી ત્રણ વિદ્યાર્થીઓ ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરી ડૉક્ટર કે એન્જીનિયર બને
 4. મારા પરિવારનો બાળક અન્ય શાળાનાં બાળકથી સંસ્કાર, શિસ્ત, વાણી, વર્તનથી અલગ ઓળખાય.
 5. શાળામાંથી બાળક કે સ્ટાફમિત્રોને ઘરે પણ જવાનું મન ન થાય તેવું વાતાવરણ ઉભુ કરવું.
 6. મારી શાળા કોઇ પણ ભૌતિક સુવિધાથી વંચિત ન રહેવી જોઇએ.
 7. એન.આર.આઇ. મિત્રો મન મૂકીને દાન આપે તેવું સુચારુ આયોજન કરવું.
 8. "હું નહીં મારુ કામ બોલવુ જોઇએ" એ ઉક્તિથી સમાજમાં છાપ ઉભી કરવી.
 9. મારા પરિવારનો કોઇ પણ શિક્ષક માનસિક રીતે નબળો ન પડે તેનું સતત ધ્યાન રાખવું.
 10. સંચાલક મંડળ મારા કામથી અને કાર્યશૈલીથી કાયમ માટે પ્રભાવિત રહે તે માટે સતત જાગૃત રહી કાર્ય કરવું.
 11. નબળો બાળક ઓછુ ભણશે તો ચાલશે, પણ સમાજમાં સારા કામ કરી, સાચો નાગરિક બને.
 12. શાળામાં ભણતો દરેક બાળક મારો ગ્રાહક છે, અને ગ્રાહક ભગવાન સમાન છે માટે તેનું જતન કરનું તે મારી પહેલી ફરજ છે.   
     
મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.fkphdemol.org, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.